ગુજરાતી કપલ, જે કૂકને મદદ કરવા ચલાવે છે ફૂડસ્ટોલ

શાહ દંપતી મુંબઈના કાંદિવલી સ્ટેશન બહાર સવારે ચાર વાગ્યે ફૂડસ્ટોલ શરૂ કરે છે. જોકે, તેની પાછળનો તેમનો હેતુ આવક મેળવવાનો નહીં, પરંતુ તેમના કૂકબહેનને મદદ કરવાનો છે.

MBAનો અભ્યાસ કરનાર કપલ સવારે દસ વાગ્યા સુધી સ્ટોલ ચલાવે છે, ત્યારબાદ કૉર્પોરેટ વર્લ્ડમાં પોત-પોતાની જૉબ પર જાય છે.

55 વર્ષનાં ભાવનાબહેન પટેલના પતિને પૅરાલિસિસ છે, જેનાં કારણે તેઓ પથારીવશ છે, એટલે તેઓ રસોઈકામ કરીને ગુજરાન ચલાવે છે.

શાહ દંપતી તેમને જ મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેમાં પરિવારનો પણ તેમને સાથ મળે છે.

જાણો, શું છે તેમની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો