ટ્રમ્પ આવે ત્યારે મોટેરા સ્ટેડિયમને ઘેરીશું - તુષાર ચૌધરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.

આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી અને ગુજરાતમાં અમદાવાદની મુલાકાત પણ લેશે.

ત્યારે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કૉંગ્રેસના ટોચના નેતા તુષાર ચૌધરીએ કહ્યું, “ટ્રમ્પની મુલાકાત દરમિયાન મોટેરાનું ઘેરાવ કરીશું.”

તેઓ કહે છે, “સરકાર અનામતનો પ્રશ્ન ઉકેલવા તૈયાર નથી. મહિલાઓ અનશન કરે છે. ત્યારે અમારે આવો જલદ કાર્યક્રમ આપીને સરકારની આંખો ઉઘાડવી પડશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો