9 ટન વજનવાળી અમેરિકાના રાષ્ટ્રપતિની કારમાં શું છે ખાસ?

9 ટન વજનવાળી અમેરિકાના રાષ્ટ્રપતિની કારમાં શું છે ખાસ?

24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિનું ભારતના મહેમાન બનશે. આ મુલાકાત 24 દરમિયાન તેઓ અમદાવાદ પણ આવશે.

જ્યાં મોટેરા સ્ટેડિયમમાં ખાતે તેમના સ્વાગત માટે ‘હાઉડી, મોદી’ની જેમ ‘નમસ્તે ટ્રમ્પ’ જેવો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.

અમદાવાદના રસ્તા પર ડોનાલ્ડ ટ્રમ્પ કાળા રંગની લાંબી એક લાંબી કારમાં નીકળશે. ટ્રમ્પની આ મજબૂત કાર 'ધ બીસ્ટ' કોઈ સામાન્ય કાર નથી પરંતુ એક અભેદ્ય કિલ્લા સમાન છે. જેનું વજન 9 ટન છે.

9 ટન વજનવાળી જનરલ મોટર્સ કંપની દ્વારા ખાસ તૈયાર કરાયેલી આ કાર દુનિયાની સૌથી સુરક્ષિત અને વેલ-ઇક્વિપ્ડ કાર્સ પૈકીની એક છે.

પંચરપ્રૂફ ટાયર અને બુલેટપ્રૂફ બારીઓથી સજ્જ ‘ધ બીસ્ટ’માં રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ટિયરગૅસ લૉન્ચર, નાઇટ વિઝન કૅમેરા અને બિલ્ટ-ઇન સેટેલાઇટ ફોન પણ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો