ભુજની સ્વામીનારાયણ સંસ્થા માસિક અંગે કેવી કેવી માન્યતાઓ ધરાવે છે?

ભુજ ખાતે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓને માસિકધર્મની તપાસ કરવા માટે કપડાં ઉતારવા પર મજબૂર કરવાની બાબતે વિવાદ સર્જાયો છે.

વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને 11 ફેબ્રુઆરીના રોજ હૉસ્ટેલમાં તેમના માસિકધર્મની તપાસ માટે તેમને કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી અને તેમણે આઘાતનો સામનો કરવો પડ્યો.

વિદ્યાર્થિનીઓની માગ છે કે આ ઘટનાની તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે.

સમગ્ર ઘટના સામે આવતા હૉસ્ટેલે પણ પોતાની દલીલ રજૂ કરી છે અને કહ્યું છે કે વિદ્યાર્થિનીઓનાં માસિકધર્મમાં હોવાની નોંધણી રજિસ્ટરમાં થાય છે.

આ ઘટના પ્રકાશમાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે અને સવાલ ઊભો થયો છે કે શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ દ્વારા સંચાલિત આ સંસ્થામાં આવા નિયમો શા માટે છે?

આ વીડિયોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી વિવાદિત ભાષણ કરતાં નજરે પડે છે તથા આ સંપ્રદાયની વેબસાઇટ પર મળેલા અન્ય નીતિ નિયમો પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો