નમસ્તે ટ્રમ્પ : કહાણી એ ગુજરાતીની જેમનું અમેરિકાનું સપનું એક ટ્રૅજેડી બની ગયું

નમસ્તે ટ્રમ્પ : કહાણી એ ગુજરાતીની જેમનું અમેરિકાનું સપનું એક ટ્રૅજેડી બની ગયું

અમેરિકા જવાનું સપનું સેવતા લોકોની સંખ્યા નાની નથી.

અમેરિકન ડ્રીમની પાછળ ભારતીય લોકો તલપાપડ થતા હોય છે, ભલે પછી તેના માટે તેમને કાયદેસર કે ગેરકાયદેસર રીતે અમેરિકા કેમ ન જવું પડે.

હજારો ભારતીયોની જેમ આણંદમાં રહેતા ભૂપેન્દ્રભાઈ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વર્ષો સુધી રોકાયા બાદ તેમને ભારત પરત મોકલી આપવામાં આવ્યા.

આ વીડિયોમાં તેઓ ત્યાં કરેલી મજૂરી અને કપરી જીવનશૈલીની વાત કરે છે. દર વર્ષે અમેરિકાથી હજારો આવા ગેરકાયદે રહેતા નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવામાં આવે છે.

હાલ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની જોરદાર તૈયારી ચાલી રહી છે ત્યારે બીબીસીએ એક એવા ગુજરાતી સાથે મુલાકાત કરી, જેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આણંદથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો