સુરતમાં ટેસ્ટ દરમિયાન યુવતીઓને નગ્ન ઊભી રહેવા ફરજ પડાઈ

સુરતમાં ટેસ્ટ દરમિયાન યુવતીઓને નગ્ન ઊભી રહેવા ફરજ પડાઈ

સુરત મહાનગર પાલિકામાં ટ્રેઇની તરીકે નિમણૂક પામેલી 100 જેટલી યુવતીઓને કાયમી કરવા માટેની શારીરિક તપાસ દરમિયાન કથિત રીતે તેમને નિર્વસ્ત્ર કરીને તપાસ કરવામાં આવી હતી.

સ્મીમેર હૉસ્પિટલમાં કથિત રીતે દસ-દસના સમૂહમાં મહિલાઓની તપાસ કરવામાં આવી હતી.

એ સમયે તેમને કથિત રીતે નિર્વસ્ત્ર અવસ્થામાં ઊભાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી.

આ સિવાય કથિત રીતે તેમની ઉપર પ્રતિબંધિત ફિંગરટેસ્ટ કરવામાં આવી હતી અને તેમને અણછાજતા સવાલ પૂછવામાં આવ્યા હતા.

દરમિયાન હૉસ્પિટલના સત્તાધીશોના કહેવા પ્રમાણે, 'નિયમ મુજબ' જ તપાસ થઈ છે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થિનીઓ પિરિયડમાં છે કે નહીં, તેની ખરાઈ કરવા માટે તેમને અંડરવિયર ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો