Trump in india : રશિયાથી લઈને હવે અમેરિકા સુધી, કેવી ભારતની ડિફેન્સ ડિલની દુનિયા?

Trump in india : રશિયાથી લઈને હવે અમેરિકા સુધી, કેવી ભારતની ડિફેન્સ ડિલની દુનિયા?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશ MH-60 રોમિયો હેલિકૉપ્ટરની ખરીદીનો સોદો કરે તેવી શક્યતા છે.

24 ઍન્ટિ-સબમરીન હેલિકૉપ્ટર ખરીદવાના સોદાને ભારત સરકારની કૅબિનેટની સુરક્ષા સમિતિએ મંજૂરી આપી દીધી છે.

ચિનુક, અપાચે બાદ રોમિયો એમ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજો મહત્ત્વપૂર્ણ હેલિકૉપ્ટર સોદો છે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારતે હથિયારોની ખરીદી માટે માત્ર રશિયા ઉપર આધાર ન રાખતા અન્ય દેશો પર પણ નજર દોડાવી છે.

શા માટે ભારતે આમ કરવું પડ્યું ? શું ભારત હંમેશા અમેરિકા, રશિયા કે અન્ય દેશ ઉપર જ આધારિત રહેશે અને સ્વાવલંબી નહીં બની શકે? જુઓ બી.બી.સી. સંવાદદાતા જુગલ પુરોહિતનો વિશેષ રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો