પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ

પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થઈ છે.

દોડવીરાંગના પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ અને પી. વી. સિંધુને BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ એનાયત કરાયો છે.

ઍવૉર્ડ સમારોહ દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુના મહેમાનપદે યોજાયો હતો.

એમાં શશી થરૂર, નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમાર, કૉંગ્રેસ સાંસદ શશી થરૂર, બીબીસીના ડિરેકટર જનરલ ટોની હોલ, ખેલાડી, પત્રકારો સહિત અનેક નામાંકિત લોકો હાજર રહ્યાં હતા.

BBC Indian Sportswoman of the Year 2019 માટે બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ, કુસ્તીબાજ વીનેશ ફોગટ, બૉક્સર મેરી કોમ, બૅડમિન્ટન પ્લેયર માનસી જોશી અને દોડવીર દુતી ચંદનું નામાંકન થયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો