કોરોના વાઇરસના સંદિગ્ધોની જાસૂસી કરે છે ચીનની આ હાઇટૅક સિસ્ટમ

કોરોના વાઇરસના સંદિગ્ધોની જાસૂસી કરે છે ચીનની આ હાઇટૅક સિસ્ટમ

કોરોના વાઇરસનો કેર ચીનથી શરૂ થયો હતો અને હવે તે દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે.

જોકે, હાલ સ્થિતિ એવી છે કે અમેરિકા, ઇટાલી અને સ્પૅન કરતા પણ ચીનમાં કેસો ઓછા છે.

કોરોના વાઇરસનો સામનો કરવામાં ચીનની સરકારે ફોન ટ્રેકિંગ જેવા રસ્તા અપનાવ્યા અને હવે અન્ય દેશો પણ હવે કંઈક આ પ્રકારની ટેકનૉલૉજિકલ રીતો અજમાવી રહી છે.

રૉબોટ્સ હોસ્પિટલમાં ખાવાનું પહોંચાડે છે, ફેસિયલ રિકૉગ્નિજેંસ કેમૅરા લોકોનું તાપમાન માપે છે અને ડ્રોન સુનિશ્ચિત કરે છે લૉકડાઉન અને ક્વોરન્ટિનનું પાલન.

પરંતુ એ ટૅકનૉલૉજી જે આપણે જોઈ નથી એનું શું?

ભીડ પર જાપ્તો રાખવાનું નેટવર્ક બનાવવામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને દાયકાઓ લાગ્યા છે અને નાગરિક અધિકારો પર તરાપને લઈને સમગ્ર વિશ્વમાં તેમની ટીકા થતી રહી છે.

પરંતુ હવે જેમ જેમ કોવિડ-19નો વ્યાપ વધ્યો છે તેમ તેમ અન્ય દેશો પણ ચીનના આ મૉડેલમાં જવાબ શોધી રહ્યા છે.

રાષ્ટ્રીય ઓળખ પત્ર સાથે સંકળાયેલી ચીનની આ ડેટા સર્વિલિયન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે જાણવા જુવો આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો