બ્લડ પ્લાઝમા : કોરોના વાઇરસથી સાજા થયેલા દર્દીના લોહીથી સંક્રમિતની સારવારની આ પદ્ધતિ શું છે?

બ્લડ પ્લાઝમા : કોરોના વાઇરસથી સાજા થયેલા દર્દીના લોહીથી સંક્રમિતની સારવારની આ પદ્ધતિ શું છે?

નવી દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલે આઈસીયુમાં રાખવામાં આવેલા કોરોના વાઇરસના બે દર્દીઓ પર દેશમાં સૌપ્રથમ બ્લડ પ્લાઝમા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એવું ઇકૉનૉમિક ટાઇમ્સનો એક અહેવાલ જણાવે છે.

કોરોના વાઇરસની મહામારી વિશ્વભરમાં ફેલાઈ ચૂકી છે અને ભારતમાં તેનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે તાજેતરમાં ICMRએ સારવારની નવતર પદ્ધતિને મંજૂરી આપવામાં આવી હતી.

જોકે, આ મંજૂરી કેરળની શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી, ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીએ જીવલેણ વાઇરસથી પીડિત દર્દીની અસરકારક સારવારનો અભ્યાસ કરવાની હતી.

આ દરમિયાન નવી દિલ્હીની ખાનગી હૉસ્પિટલે ઍથિકસ કમિટિની જોગવાઈ અનુસાર પરિવારની મંજૂરી સાથે બે દર્દીઓ પર તેનો પ્રયોગ કર્યો છે.

સારવારની આ નવી પદ્ધતિનું નામ પ્લાઝમા ઉપચાર પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વાઇરસગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા વધારી તેને રોગમુક્ત કરવામાંની કોશિશ કરવામાં આવે છે.

આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો