કોરોના વાઇરસ : WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે?

કોરોના વાઇરસ : WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે?

ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે.

12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસની મહામારીને પગલે લૉકડાઉનથી ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

ભારતમાં 24 માર્ચથી લાગુ કરવામાં આવેલું ઐતિહાસિક લૉકડાઉન ચર્ચાનો મુદ્દો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે લાંબી બેઠક કરી હતી.

એ બેઠક પછી અનેક રાજ્યોએ લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી દીધી છે તો અમુક રાજ્યો તેને અમુક શરતો સાથે લંબાવવાની વાત કરે છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના અને મૃત્યુના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અમુક નિષ્ણાતો એવી ચેતવણી પણ આપે છે કે જો લૉકડાઉન હાલ હઠાવી ન શકાય.

આ મામલે વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે ત્યારે કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરનાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન -WHO આ મુદ્દે શું માને છે એ જાણવા જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો