કોરોના વાઇરસ : લૉકડાઉનથી ભારતને ફાયદો થયો કે નુકસાન?

કોરોના વાઇરસ : લૉકડાઉનથી ભારતને ફાયદો થયો કે નુકસાન?

ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે ભારત કોરોના વાઇરસનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોમાં સામેલ થઈ ગયા છે.

આવું જ કંઈક થવાની બીકને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલાં જ લૉકડાઉન લાગુ કરી દીધું હતું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું લૉકડાઉન બેઅસર રહ્યું?

આ વીડિયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે ભારતને લૉકડાઉનથી કોઈ પણ પ્રકારનો ફાયદો થયો છે ખરો?

આ જ પ્રશ્ર્ન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાનો જંગ જીતી લેવાશે. ચાર લૉકડાઉન થઈ ગયા છે. લગભગ 60 દિવસ પણ થઈ ગયા. પરંતુ હજુ સુધી લૉકડાઉનનો હેતુ પૂર્ણ નથી થયો. ઊલટું બીમારીનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે.’

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો