આ બાળક 9 દિવસ 9 રાત સાઇકલ ચલાવી માતાપિતાને ઘરે લાવ્યો

આ બાળક 9 દિવસ 9 રાત સાઇકલ ચલાવી માતાપિતાને ઘરે લાવ્યો

11 વર્ષનો આ બાળક સાઇકલ પર બનારસથી બિહારના અરરિયા પહોંચ્યો. તબારક નામના આ યુવકે માતાપિતા સાથે સાઇકલ પર 500 કિમીનું અંતર કાપ્યું.

મે મહિનામાં તબારકનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે સાઇકલ પર ગામડે જઈ રહ્યો હતો. તબારકના પિતા મોહમ્મદ ઇસરાકિલ બનારસમાં મજૂરી કરતા જખમી થયા હતા.

ત્યારબાદ તેમને લેવા માટે તબારક તેમની માતા સાથે બનારસ ગયો હતો.તબારક માતાપિતાને સાઇકલ પર લઈને 11 મેના રોજ નીકળ્યો હતો.

તબારકનાં માતાએ જણાવ્યું કે જ્યારે તે થાકી જતો ત્યારે લોકો ધક્કો લગાવતા હતા. આ પરિવાર રસ્તામાં સિલિન્ડર પર ખાવાનું બનાવતો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો