બ્રાઝિલમાં કોરોના વચ્ચે સેંકડો લોકો રસ્તા પર કેમ ઊતર્યા?

બ્રાઝિલમાં કોરોના વચ્ચે સેંકડો લોકો રસ્તા પર કેમ ઊતર્યા?

રંગભેદ અને મહામારીના અયોગ્ય સંચાલન વિરુદ્ધ બ્રાઝિલમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા છે.

બે મુદ્દાઓને લઈને સેંકડો નાગરિકો બ્રાઝિલના રસ્તા પર ઊતર્યા છે, જેમાં એક છે રંગભેદ, જ્યારે બીજું છે મહામારી સામે રાષ્ટ્રપતિ ઝૅર બોલ્સેનારોની સુસ્ત પ્રતિક્રિયા અને કાર્યવાહી.

બ્રાઝિલની સરકારે જ્યારથી મૃત્યુઆંક બહાર પાડવાનું બંધ કર્યું છે ત્યારબાદ તેના પર કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુઆંક છુપાવવાને લઈને આરોપો લાગતા આવ્યા છે.

દેશમાં કોરોના વાઇરસના લીધે મૃત્યુઆંક ગયા અઠવાડિએ ઇટાલીને પાર કરી ગયો અને આવનારા થોડા દિવસોમાં તે યુકેના મૃત્યુદરને પણ ઓળંગે તેવી આશંકા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો