કોરોના વાઇરસ ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં બેકાબૂ બનશે?

કોરોના વાઇરસ ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં બેકાબૂ બનશે?

એક તરફ જ્યાં ભારત કોરોનાના કેસોની સંખ્યા બાબતે બ્રિટનને વટાવી વિશ્વનો ચોથા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે અને બીજી તરફ ભારત સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવનારા સમયમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બને એવું અનુમાન છે.

ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતીમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં જો વાઇરસની આગેકૂચ આ જ ગતિથી ચાલુ રહી તો જૂન-ઑગસ્ટ સુધીમાં આ રાજ્યોમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટો અને વૅન્ટિલેટરો ખૂટી પડી શકે છે.’

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો