ભારત-ચીન સીમા વિવાદમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે?

ભારત-ચીન સીમા વિવાદમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે?

લદ્દાખમાં ભારત-ચીન એલ.એ. સી. ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના એક અધિકારી તથા બે જવાનનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના બહાર આવ્યા બાદ અમુક ભારતીય મીડિયા ચેનલ્સે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ને ટાંકતા ચીની સેનાના પાંચ જવાનનાં મૃત્યુ અને 11 જવાન ઈજાગ્રસ્ત થવા સંબંધિત અહેવાલ રજૂ કર્યા હતા.

ચીનના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ચીનના પક્ષે થયેલી ખુવારી અંગે કોઈ અહેવાલ તેમણે આપ્યા નથી, સાથે જ સ્વીકાર્યું હતું કે ચીનના પક્ષે ખુવારી થઈ છે, પરંતુ તે કેટલી છે તે હાલના તબક્કે જણાવી શકે તેમ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો