કૉન્સ્ટેબલ સુનિતા યાદવની ગુજરાતના મંત્રીના દીકરા સાથે શું તકરાર થઈ?

કૉન્સ્ટેબલ સુનિતા યાદવની ગુજરાતના મંત્રીના દીકરા સાથે શું તકરાર થઈ?

સુરતમાં મહિલા લોકરક્ષક પોલીસ કૉન્સ્ટેબલની વાઇરલ ઑડિયો ક્લિપના વિવાદ મામલે શહેર પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે તપાસના આદેશ આપ્યા છે.

એક અખબારી અહેવાલ પ્રમાણે આ મહિલા કૉન્સ્ટેબલ સુનીતા યાદવની એક ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં જણાય છે.

અહેવાલ અનુસાર ગુરુવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ સુનીતા યાદવ વરાછાના મીની બજાર વિસ્તારના એક અંદરના રોડ પર ફરજ પર હતાં તે દરમિયાન રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના કેટલાક મિત્રોની મહિલા કૉન્સ્ટેબલ સાથે રકઝક થઈ હતી.

કિશોર કાનાણીના કહેવા મુજબ રકઝક બાદ તેમના પુત્રને મિત્રોએ મદદ માટે બોલાવતાં તે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે મહિલા કૉન્સ્ટેબલે સૌ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો