શું ACના કારણે વાઇરસ હવામાં ફેલાઈ શકે?
શું ACના કારણે વાઇરસ હવામાં ફેલાઈ શકે?
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે.
તેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે.

સાચી વાત શું છે?
જો તમારા ઘરમાં વિન્ડો AC લગાવેલું હશે, તો હવા રૂમમાં જ ફર્યા કરશે. આ હવા બીજા ઓરડામાં કે બહાર જશે નહીં.
તેથી વિન્ડો AC હોય ત્યાં કે કારમાં AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી.
એ યાદ રાખવું પડે કે વિન્ડો ACનો ઍક્ઝૉસ્ટ બહારની તરફ હવા સારી રીતે નીકળી જાય તે રીતનો હોવો જોઈએ. ઍક્ઝૉસ્ટ એવી જગ્યાએ ના નીકળવો જોઈએ, જ્યાં લોકો એકઠા થતા હોય.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો