એ ગુજરાતી જે એક ટંક જમવાનું છોડીને પુસ્તકો ખરીદે છે

એ ગુજરાતી જે એક ટંક જમવાનું છોડીને પુસ્તકો ખરીદે છે

નાનકડી પતરાવાળી આ ઓરડી દેખાવમાં સામાન્ય છે પરંતુ તેની અંદર એવો ખજાનો છુપાયેલો છે કે જો કોઈના પણ હાથમાં આ ખજાનો આવી જાય તો તેમનું જીવન ધન્ય થઈ જાય.

આ ખજાનાના માલિક એક સામાન્ય માણસ એવા સવજીભાઈ પટોળિયા છે. સવજીભાઈ પુસ્તકોનું પરબ ચલાવે છે. અને આ તેમની લાયબ્રેરી છે.

ગોંડલ તાલુકાના ગામમાં રહેતા સવજીભાઈ પાસે 4 હજારથી પણ વધુ પુસ્તકોનો સંગ્રહ છે.

પુસ્તક પ્રેમી સવજીભાઈ પાસે પુસ્તકો રાખવા માટેની વ્યવસ્થા ન હોવાને લીધે તેઓ અનાજના ડબ્બાઓમાં જ્ઞાનરુપી પુસ્તકોનો ભંડાર તેમના જીવની જેમ સાચવે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો