બૈરૂતને બરબાદ કરી દેનારા અમોનિયમ નાઇટ્રેટનો જથ્થો ભારતમાં ક્યાં રખાયો છે?

બૈરૂતને બરબાદ કરી દેનારા અમોનિયમ નાઇટ્રેટનો જથ્થો ભારતમાં ક્યાં રખાયો છે?

લેબનાનની રાજધાની બૈરુતમાં બંદર પર સંગ્રહીને રાખેલા કેમિકલને કારણે થયેલા વિસ્ફોટે શહેરનો ખાસો એવો ભાગ તબાહ કરી નાખ્યો હતો.

આ વિસ્ફોટમાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. લેબનાનની સરકારે આ વિસ્ફોટ પછી રાજીનામું આપી દીધું હતું.

બૈરુતના બંદર પર અમોનિયમ નાઇટ્રેટના લીધે સર્જાયેલા ભયાનક વિસ્ફોટે વૈશ્વિક સ્તરે તેના સંગ્રહને લઈને ચિંતા ઉભી કરી દીધી છે.

આ કેમિકલ વિશ્વમાં વ્યાપક રૂપે વપરાશમાં છે કારણ કે ખાતર બનાવવા અને ખનન માટે વિસ્ફોટકો બનાવવા તેનો ઉપયાગ થાય છે.

પરંતુ આ કેમિકલનો સંગ્રહ કઈ રીતે અને કેટલા સમય સુધી કરવો તેને લઈને કડક નિયમનો છે.

ભારતમાં પણ અમોનિયામ નાઇટ્રેટનો મોટો જથ્થો ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ વિડિયોમાં જુઓ કયા-કયા દેશોમાં બૈરુત બ્લાસ્ટના પડઘ પડ્યા છે.

લાઇન
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

લાઇન
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો