કચ્છમાં ભારે વરસાદથી શહેરની વચ્ચે નદી જેવી સ્થિતિ

કચ્છમાં ભારે વરસાદથી શહેરની વચ્ચે નદી જેવી સ્થિતિ

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેર અને ગામડાંમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થઈ છે.

ઘણી જગ્યાએ તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

કચ્છના નખત્રાણામાં પણ વરસાદને કારણે રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું.

હવામાનવિભાગ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં 18-19 ઑગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ યાદીમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો