અમિત શાહ એઇમ્સમાં દાખલ, કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ ફરી દાખલ થયા

અમિત શાહ એઇમ્સમાં દાખલ, કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ ફરી દાખલ થયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડૉક્ટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં જ અમિત શાહ કોરોના સામે જંગ જીત્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેઓ હૉસ્પિટલથી કામ કરી રહ્યા છે અને તેમને 3-4 દિવસથી કળતર અને થાકની ફરિયાદ હતી.

ઉલ્લેખનીય છે કે અમિત શાહનો કોરોના વાઇરસના સંક્રમણનો રિપોર્ટ થોડા દિવસો અગાઉ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો