કોરોના વૅક્સિન : ભારતમાં ઑક્સફૉર્ડની કોવિશિલ્ડ રસી અહીં બની રહી છે
કોરોના વૅક્સિન : ભારતમાં ઑક્સફૉર્ડની કોવિશિલ્ડ રસી અહીં બની રહી છે
ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં જે કોરોના રસી પર સંશોધન ચાલી રહ્યું છે તેનું નિર્માણ ભારતમાં થઈ રહ્યું છે.
પૂણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દુનિયામાં રસીનું અગ્રણી ઉત્પાદક છે.
અહીં બનેલી રસીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવામાં આવે છે અને દર વર્ષે રસીઓના કરોડો ડોઝ અહીં બને છે.
હવે કોરોના સંક્રમણની રસી પર યુકેની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં સંશોધન ચાલી રહ્યું છે અને દુનિયાની તેના પર નજર ટકેલી છે, તેનું નિર્માણ પણ પૂણેમાં અહીં જ થઈ રહ્યું છે.
જોકે યુકેમાં ઑક્સફૉર્ડે હાલ રસીના પરિક્ષણને અટકાવ્યું છે પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું છે કે ભારતમાં રસીનું પરીક્ષણ યથાવત ચાલુ રહેશે.
આ વીડિયોમાં જુઓ પુણેના રસીઉત્પાદક યુનિટથી બીબીસીનો ખાસ અહેવાલ
વીડિયો : મયુરેશ કોણ્ણુર
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો