એ દેશ જે કોરોના કરતાં પણ વધારે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે

એ દેશ જે કોરોના કરતાં પણ વધારે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે

યમન એક એવો દેશ છે જે હૂતી વિદ્રોહી અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર વચ્ચે વહેંચાયેલો છે. વર્ષોથી ચાલી રહેલા ગૃહયુદ્ધે અહીં જિંદગી કઠીન બનાવી દીધી છે.

બીબીસીએ કોરોના મહામારીની વચ્ચે આ દેશની મુલાકાત લીધી હતી.

સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને કરેલી નાકાબંધીથી ઇંધણની કટોકટી ઊભી થઈ છે. જેને લીધે ખાવાની વસ્તુના ભાવ આસમાને ગયા છે.

સના તરફ જતી વખતે અમે હજારો વાહનોને પેટ્રોલ માટેની લાઇનમાં ઊભેલાં જોયાં છે. કેટલીક ટ્રકમાં ખોરાક અને સહાય પૂરવઠો હતો. જે દેશમાં વહેચવાનો હતો, નાકાબંધીને લીધે જવલ્લે જ કોઈને બળતણ મળી રહ્યું છે.

યમનનાં લાખો બાળકો ભૂખમરાનો સમાનો કરી રહ્યાં છે.

વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યું છે પણ અહીંના લોકો માટે તેમના અસ્તિત્વને ટકાવી રાખવાનું જોખમ મહામારી કરતા પણ મોટું લાગે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો