કોરોના વાઇરસની રસીને મોટો ધક્કો, પરીક્ષણ રોકવું પડ્યું
કોરોના વાઇરસની રસીને મોટો ધક્કો, પરીક્ષણ રોકવું પડ્યું
કોરોના વાઇરસ પર કાબૂ મેળવવા માટે બની રહેલી રસીને એ સમયે મોટો ધક્કો લાગ્યો જ્યારે એસ્ટ્રાજેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેના માનવ પરીક્ષણને રોકવું પડ્યું છે.
આવું તેમને એટલા માટે કરવું પડ્યું કારણકે માનવ પરિક્ષણમાં સામેલ એક સ્વયંસેવક બીમાર પડી ગયા.
ઑકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપનીનું કહેવું છે કે હાલમાં તે બીમાર સ્વયંસેવકની સારવાર ચાલી રહી છે.
હકીકતમાં બીજી વાર એવું બન્યું છે કે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી રોકી દેવાઈ છે. પ્રવક્તાએ તેને સામાન્ય વિરામ ગણાવ્યો છે.
તેમનું કહેવું હતું કે તપાસ બાદ ખબર પડશે કે બીમાર વ્યક્તિને આ બીમારી પ્રાયોગીક રસીના પરિક્ષણને કારણે થઈ હતી કે નહીં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો