દૂધ વેચીને 80-90 લાખની કમાણી કરતાં અશિક્ષિત ગુજરાતી મહિલાની કહાણી

દૂધ વેચીને 80-90 લાખની કમાણી કરતાં અશિક્ષિત ગુજરાતી મહિલાની કહાણી

બનાસકાંઠામાં રહેતા આ અશિક્ષિત મહિલાની એક મહિનાની આવક લાખો રૂપિયા છે.

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ચાંગડા ગામનાં કાનુબહેન પશુપાલક છે. તેમણે વર્ષો પહેલાં લોન લઈને પાંચ ગાયો ખરીદી પશુપાલનની શરૂઆત કરી હતી.

સમય જતાં-જતાં તેમની આવકમાં વધારો થયો હાલમાં તેમની પાસે ઉચ્ચ ઓલાદની 100થી વધુ ગાયો અને 25 ભેંસો છે. જેમાંથી દર વર્ષે તેઓ 80-90 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ગાયો અને ભેંસોની સુવિધા માટે તેમણે અદ્યતન તબેલો પણ બનાવ્યો છે. કાનુબહેનના તબેલામાંથી દિવસનું 800થી 1000 લિટર દૂધ બનાસ ડેરીને વેચવામાં આવે છે.

કાનુબહેન અશિક્ષિત ભલે હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને આત્મવિશ્વાસના જોરે તેઓ એક આત્મનિર્ભર મહિલા તરીકે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે. એટલું જ નહીં તેમને ડેરીકામને લીધે અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે.

કાનુબહેન ખરા અર્થમાં દરેક મહિલા માટે એક પ્રરેણાસ્રોત સાબિત થઈ શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો