આ સાત વર્ષની ગુજરાતી બાળામાં છે દુહા લલકારવાનો કસબ

આ સાત વર્ષની ગુજરાતી બાળામાં છે દુહા લલકારવાનો કસબ

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતી સાત વર્ષની બાળા રાજવી ચૌહાણ સરકારી શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરે છે.

રાજવીના પિતા રોહિત ચૌહાણ કરદેજની સરકારી શાળામાં અંગ્રેજીના શિક્ષક છે, રાજવી નાનપણથી જ પિતા સાથે સાંસ્કૃતિક ડાયરા અને ભજનના પ્રોગ્રામ જોવા જતી હતી.

કાર્યક્રમમાંથી પરત આવ્યાં બાદ રાજવી ઘરે દુહા લલકારતી હતી, તેની યાદશક્તિ અને કાલીઘેલી ભાષામાં દુહા લલકારતાં જોઈને પરિવારને પણ આશ્ચર્ય થતું હતું.

રાજવીની ધગશ જોઈ તેના પિતા પ્રોત્સાહિત કરી રહ્યા છે, પિતા રોહિત ચૌહાણે પ્રસિદ્ધ કવિઓની રચનાઓનાં પુસ્તકો રાજવી માટે વસાવ્યાં છે. જુઓ અહેવાલ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો