અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા લોકોને ઘરનું ભોજન લાવીને જમાડતા સેવાભાવી

અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા લોકોને ઘરનું ભોજન લાવીને જમાડતા સેવાભાવી

અમદાવાદમાં રહેતા સજ્જન પુરોહિત ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન પૂરું પાડે છે. કોરોના વાઇરસને પગલે લદાયેલા લૉકડાઉન પછી તેમણે આ કામ શરૂ કર્યું છે.

સજ્જન પુરોહિતનાં પત્ની પણ આ સેવાકામમાં પતિનો સાથ આપી રહ્યાં છે.

તેઓ ઘરે ભોજન તૈયાર કરે છે અને પછી તેને પૅકિંગ કરીને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

એટલું જ નહીં સોસાયટીના અન્ય લોકો પણ હવે તેમને ખાવાનું આપે છે અને સજ્જનભાઈ તેને પણ પૅક કરીને લોકો સુધી પહોંચાડે છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો