બ્રાઝિલમાં ઍમેઝોનના જંગલોમાં ફરી આગ ભભૂકી રહી છે

બ્રાઝિલમાં ઍમેઝોનના જંગલોમાં ફરી આગ ભભૂકી રહી છે

દુનિયાનાં ફેફસાં તરીકે ઓળખાતા ઍમેઝોનનાં જંગલોમાં લાગેલી ગત વર્ષની ભયંકર આગના વિનાશકારી પરિણામોની ચર્ચા મોટાપાયે થઈ હતી.

દુનિયાનાં સૌથી મોટાં વર્ષાવનોમાં લાગેલી આગને કારણે પ્રકૃતિને મોટું નુકસાન થયું હતું.

ત્યારે પોતાનું હિત સાધવા માટે એક વિશેષ પ્રકારના લોકો આગ લગાવે છે, એવી વાત સામે આવી છે.

વૃક્ષોને પાડી દેવાય છે અને પછી ખેતીના કામ માટે આ જમીનને ઉપયોગમાં લેવા માટે તેને સાફ કરવાના સરળ માર્ગ તરીકે ત્યાં આગ લગાડી દેવાય છે.

પાછલા વર્ષનાં અહીં થયેલા વિનાશે વિશ્વને હચમચાવી મૂક્યું ત્યાર બાદ અહીં ખેતીલાયક જમીન પર આગ લગાડવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, છતાં બ્રાઝિલનાં ઍમેઝોનના જંગલમાં ફરી આગ ભભૂકી રહી છે.

ત્યારે બીબીસીની ટીમે આગ ઓલવવાનું કામ કરતી એક ટીમ સાથે જંગલની મુલાકાત લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો