ખેડૂતઆંદોલન : સિંઘુ બૉર્ડર પર ખેડૂતો માટે મુસ્લિમો ચલાવી રહ્યા છે લંગર

ખેડૂતઆંદોલન : સિંઘુ બૉર્ડર પર ખેડૂતો માટે મુસ્લિમો ચલાવી રહ્યા છે લંગર

દિલ્હીની સિંઘુ બૉર્ડર પર માલેરકોટલાના મુસ્લિમ સમુદાય દ્વારા, ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધરણાં પર બેઠેલા ખેડૂતો માટે મીઠા ભાત અને દૂધના લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડૂતઆંદોલનમાં માત્ર ખેડૂતોની એકતા નહીં પરંતુ ધાર્મિક એકતાનું પણ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

ખેડૂતો ધર્મની વાત બાજુએ મૂકી સાથી ખેડૂતો માટે વ્યવસ્થા કરી રહ્યા છે.

લંગરના આયોજકોના કહેવા મુજબ પ્રદર્શનસ્થળે એકાદ લાખ લોકો છે પણ દરરોજ બે લાખ લોકોનું લંગર ચાલે છે. આસપાસની ગરીબ વસતિને પણ ભોજન આપવામાં આવી રહ્યું છે.

જુઓ ખેડૂતોની એકતાના પ્રદર્શન અંગે બીબીસી ગુજરાતીનો વીડિયો અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો