અમિત શાહની રણનીતિનો બંગાળમાં ભાજપના જ નેતા કેમ વિરોધ કરી રહ્યા છે?

અમિત શાહની રણનીતિનો બંગાળમાં ભાજપના જ નેતા કેમ વિરોધ કરી રહ્યા છે?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે.

બીજી તરફ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, અને તેનું પ્રમાણ વધારે છે.

TMCના વિદ્રોહી નેતાઓને જથ્થાબંધ ભાવે પાર્ટીમાં સામેલ કરવાના અભિયાનને કારણે ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે.

આ વિરુદ્ધ મોઢું ખોલવાના આરોપમાં બે નેતા સાયંતન બસુ અને અગ્નિમિત્ર પાલને કારણ જણાવો નોટિસ પર જારી કરવામાં આવી છે.

TMCના વિદ્રોહી નેતાઓને સામેલ કરવાનને લઈને પાર્ટીની અંદર સતત પ્રશ્નો ઊઠી રહ્યા છે.

જોકે આ પ્રકારના પક્ષપલટાથી ભાજપના નેતાઓ પણ નારાજ થયા છે. પણ શા માટે? જુઓ આ અહેવાલમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો