મુંબઈ : હૉલિવૂડ સ્ટાર જેનાં ફૅન છે એ ગુજરાતી મૂળની બાળકી

મુંબઈ : હૉલિવૂડ સ્ટાર જેનાં ફૅન છે એ ગુજરાતી મૂળની બાળકી

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં મૂળ ગુજરાતી મલિસા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ગયાં છે. સંશાધનોના અભાવ છતાં આ નાનકડી બાળાના ચહેરા પર એક અનોખી ફોટો ફ્રેન્ડલી સ્માઇલ હંમેશાં જોવા મળે છે.

મુંબઈની સરકારી શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી આ બાળકીની કડકડાટ અંગ્રેજીના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. તેઓ મોટાં થઈને એક સુપરમૉડલ અને ડાન્સર બનવા માગે છે.

આટલું જ નહીં મલિસાના પ્રશંસકોમાં હૉલીવૂડ ફિલ્મ સ્ટેપ અપ 2 – ધ સ્ટ્રીટના ઍક્ટર રોબર્ટ હોફમેન પણ સામેલ છે. તેઓ પણ મલિસાના સાદગીભર્યા વ્યક્તિત્વ અને આકર્ષક ચહેરાથી એટલા બધા અંજાઈ ગયા કે તેમણે મલિસાને ‘પ્રિન્સેસ ફ્રોમ ધ સ્લમ’નું ટાઇટલ આપી દીધું.

રોબર્ટ હોફમેને મલિસા માટે ગો ફંડની લિંક શરૂ કરી જે દ્વારા લોકો હવે મલિસાને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે મદદ નાણાકીય મદદ કરી રહ્યા છે.

રોબર્ટ તેમના સ્થાનિક મિત્રોની મદદથી મલિસાના રોજિંદા જીવનની પ્રવૃત્તિઓને દર્શાવતા વીડિયો શૂટ કરી યુટ્યુબ પર મૂક્યા. જેને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. આટલું જ નહીં મલિસાને ઇન્સ્ટાગ્રામ પર 60,000 લોકો ફૉલો પણ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો