ઉત્તરાખંડ ચમોલી : એ સુરંગ જ્યાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ અચાનક આવેલા પૂરના કારણે અનેક મજૂરો ફસાયા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે.
સોમવારે સાંજે 8 વાગ્યા સુધીમાં 26 મૃતદેહો મળ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હજી 171થી વધારે લોકો લાપતા છે જે પૈકી 35 ટનલમાં હોવાની શક્યતા છે.
રવિવારે સવારે દસ વાગ્યા આસપાસ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કેટલીક નદીઓમાં અચાનક પાણી વધી ગયું હતું.
નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે ભૂસ્ખલન થયું અને ઘૌલીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં જળસ્તર વધી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઈ.
એનટીપીસીની બે પરિયોજનાઓ- તપોવન-વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને નુકસાન થયું હતું. આ પરિયોજનાથી સાથે જોડાયેલી સુરંગમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં મજૂરો ફસાઈ ગયા છે.
જુઓ વીડિયો અહેવાલ
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો