કોરોના વાઇરસ : કહાણી એ નર્સની જેઓ દર્દીઓનાં મોત પર દુખી પણ નથી થઈ શકતાં

કોરોના વાઇરસ : કહાણી એ નર્સની જેઓ દર્દીઓનાં મોત પર દુખી પણ નથી થઈ શકતાં

સપ્ટેમ્બર માસમાં જ નર્સિંગ કારકિર્દીની શરૂઆત કરનારાં મહિલા નર્સ વિશાલીનીએ એક અનુભવી નર્સે પણ ન જોયાં હોય એટલાં મૃત્યુ જોયાં છે.

કોરોના મહામારીના ગંભીર કાળમાં દર્દીઓ અને પરિવાર પ્રત્યેની પોતાની ફરજ વચ્ચે સંતુલન સાધી રહ્યાં છે. તેઓ પોતાનાં માતાપિતાને સંક્રમણ ન લાગે તે માટે એકલાં જ રહી માનવતા પ્રત્યે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

તેઓ કહે છે તેમની પાસે કોઈ દર્દીના મૃત્યુ બાદ પણ સાંત્વના પાઠવવા માટે સમય હોતો નથી.

તેમને પોતાનાં આંસુ દબાવી તરત બીજા દર્દીની સારવારમાં લાગી જવું પડે છે.

તેમની માટે સૌથી કપરા સમય ત્યારે હોય છે જ્યારે ઘરે એકલાં સમય વિતાવવો પડે છે. ત્યારે આ ઘટનાઓ યાદ આવે છે.

એક યુવાન નવ પ્રશિક્ષિત નર્સ કઈ રીતે નિષ્ઠાથી આ કપરા કાળમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે તે જોવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો