તાપી જિલ્લાનાં એ મહિલાઓ જે સૅનિટરી પૅડ બનાવી પગભર થઈ રહ્યાં છે

તાપી જિલ્લાનાં એ મહિલાઓ જે સૅનિટરી પૅડ બનાવી પગભર થઈ રહ્યાં છે

ગુજરાતના તાપી જિલ્લાના વાલોડની આદિવાસી મહિલાઓ સૅનિટરી પૅડ બનાવી આત્મનિર્ભર બની રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ સાથે કમાણીના વિકલ્પ તરીકે આ મહિલાઓએ બાયોડિગ્રેડેબલ સૅનિટરી પૅડ બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

પર્યાવરણ માટે બિનનુકસાનકર્તા સૅનિટરી પૅડ બનાવી આ મહિલાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થઈ રહ્યાં છે.

મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી માટે ઓછા ખર્ચે તૈયાર કરાઈ રહેલા આ પૅડ મહિલા ગ્રાહકોને રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

જુઓ, કેવી રીતે મહિલાઓની સંગઠનશક્તિની મદદથી પર્યાવરણ અને સ્વાસ્થ્યની જાળવણી કરી રહ્યાં છે, બીબીસી ન્યૂઝ ગુજરાતી પર.

line
ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો