અફઘાનિસ્તાન વિયેતનામ નથી, આવનારો સમય બલિદાનનો : અશરફ ઘની
અફઘાનિસ્તાન વિયેતનામ નથી, આવનારો સમય બલિદાનનો : અશરફ ઘની
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ કહ્યું છે કે, “શાંતિની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઘણી તકો છે.”
તેમણે આ વાત બીબીસીને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં કહી છે. અમેરિકા-તાલિબાનની સમજૂતી હેઠળ તેમને મે માસમાં પાછા જવાનું છે. પરંતુ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે આ પગલાથી હિંસામાં તેજી આવી શકે છે.
ઘનીએ આગળ જણાવ્યું કે, “વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે મૂલ્યાંકન કરીને એક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે તક મળવી જોઈએ.”
તેમણે કહ્યું કે, “આપણે રાજકીય સમજૂતી સુધી પહોચવાની જરૂર છે.”
કેટલા વિદેશી સૈનિકોની જરૂરિયાત છે અને કેટલા સમય માટે, તેમના મુજબ “આ યુદ્ધની તીવ્રતા પર નિર્ભર કરે છે.”
જુઓ બીબીસી સાથેની તેમની ખાસ મુલાકાતના અંશો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો