અંજુ બોબી જ્યૉર્જ BBC લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ વિજેતા : 'ઍથ્લેટિક્સ એટલે હું પોતે જ'
અંજુ બોબી જ્યૉર્જ BBC લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ વિજેતા : 'ઍથ્લેટિક્સ એટલે હું પોતે જ'
અંજુ બોબી જ્યૉર્જ લાંબી કૂદનાં પૂર્વ ખેલાડી અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતી ચૂકેલાં એકમાત્ર ભારતીય ઍથ્લીટ છે.
2003માં તેમણે મેળવેલી સફળતાને પગલે નવો યુગ શરૂ થયો હતો, જેમાં ભારતીય મહિલા ખેલાડીઓ ભણી ધ્યાન ખેંચાવાનું શરૂ થયું હતું.
આજે 17 વર્ષ પછી પણ અંજુ બોબી જ્યૉર્જની સફળતાની બરોબરી કોઈ કરી શક્યું નથી. દેશ માટે ઑલિમ્પિક મેડલ્સ જીતી લાવવાનું સપનું સાકાર કરવાની આશામાં અંજુ હાલ યુવા પેઢીને તાલીમ આપી રહ્યાં છે.
રિપોર્ટરઃ જાહ્નવી મૂળે
શૂટ એડિટઃ શુભમ કૌલ અને દેબલિન રૉય
પ્રોડ્યુસરઃ દીપક શર્મા અને વંદના
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો