કેરળમાં આગામી છ એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

કેરળમાં આગામી છ એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

આજકાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પૂર્વના અસમ અને પશ્ચિમબંગાળ જેવાં રાજ્યોની સાથોસાથ કેરળ અને તમિલનાડુમાં પણ લોકશાહીનું પર્વ એવી ચૂંટણી યોજાવાની છે. અહીં નોંધનિય છે કે કેરળમાં ગુજરાતી લોકો પણ નોંધપાત્ર સંખ્યા છે.

જેથી આ જૂથનું વલણ પણ રાજકીય પક્ષો માટે અહીં ઘણું મહત્ત્વપૂર્ણ હોય છે. કેરળમાં ગુજરાતીઓના સ્થાનિક ગઢ તરીકે ઓળખાતી 'ગુજરાતી સ્ટ્રીટ' પર રહેતા ગુજરાતીઓનો ચૂંટણીલક્ષી મિજાજ અને તેમની રાજકીય પક્ષો પાસેથી અપેક્ષા વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

વીડિયો રિપોર્ટ : પાર્થ પંડ્યા, બીબીસી સંવાદદાતા, કેરળથી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો