અદાણી એશિયાના બીજા ધનિક કેવી રીતે બની ગયા, કેવી રીતે વધી સંપત્તિ?

અદાણી એશિયાના બીજા ધનિક કેવી રીતે બની ગયા, કેવી રીતે વધી સંપત્તિ?

ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુકેશ અંબાણી બાદ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાંશાંને પાછળ પાડ્યા બાદ અદાણી વિશ્વની 14મા ક્રમની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, જ્યારે આ યાદીમાં મુકેશી અંબાણી 13મા ક્રમે છે.

એમેઝોનના માલિક ઝૈફ બેઝોસ અને ટેસ્લા કંપનીના ઇલૉન મસ્ક વચ્ચે વિશ્વના ટોચના ધનવાન માટેના તાજ માટે ટક્કર ચાલી રહી હતી એ વચ્ચે માર્ચ 2021માં ગૌતમ અદાણીની સંપત્તિમાં બેઝોસ તથા મસ્કની સંપત્તિ કરતાં વધુ ઉછાળો નોંધાયો હતો.

બ્લૂમબર્ગ બિલિયૉને ઇન્ડેક્સ મુજબ વર્ષ 2021માં અદાણીની સંપત્તિમાં 16 અબજ 20 કરોડ ડૉલરનો વધારો થયો હતો.

અદાણીની સંપત્તિનો ઉછાળો તેમના જૂથની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવમાં આવેલા ઉછાળાને આભારી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો