ચીનમાં સદીનું સૌથી ભયાનક પૂર, અનેક શહેરો પાણીમાં ડૂબ્યાં

ચીનમાં સદીનું સૌથી ભયાનક પૂર, અનેક શહેરો પાણીમાં ડૂબ્યાં

ચીનના હેનાન પ્રાંતમાં અતિભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ પેદા થઈ છે, સેંકડો લોકો ફસાઈ ગયા છે. અહીં અનેક વાહનો પૂરમાં તણાઈ ગયાં હતાં.

મધ્ય ચીનમાં ભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પૂર આવ્યું છે.

પૂરને પગલે અત્યાર સુધીમાં અનેક લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને હજારો લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થાને આશરો લેવો પડ્યો છે.

કેટલાંય સ્ટેશનો અને માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હેનન પ્રાંતમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા પડ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો