બનાસકાંઠાનું એ ગામ જ્યાં મહિલાઓ હીરાઘસું બની કરી રહી છે પગભર થવાની કોશિશ

બનાસકાંઠાનું એ ગામ જ્યાં મહિલાઓ હીરાઘસું બની કરી રહી છે પગભર થવાની કોશિશ

બનાસકાંઠાના આ ગામની મહિલાઓ રસોઈ, ખેતી અને પશુપાલન બાદ હવે રત્નકલાક્ષેત્રે હાથ અજમાવી રહી છે.

લાખણી તાલુકાની લવાણા ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓ રોજગારી મેળવી શકે તે માટે બહેનોને હીરા ઘસવાની ખાસ તાલીમ અપાઈ રહી છે.

હાલ 50 જેટલી બહેનોએ આ તાલીમ માટે રજિસ્ટ્રેશન કર્યું છે. તેમજ આ તાલીમ માટે બહેનો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

ગ્રામ પંચાયત દ્વારા વધુને વધુ મહિલાઓ આ તાલીમમાં જોડાયને રોજગારી મેળવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો