વિશ્વ આદિવાસી દિવસ : તાપીમાં વાંસની કળાને જીવંત રાખવા આદિવાસી બહેનો કરી રહી છે સંઘર્ષ
વિશ્વ આદિવાસી દિવસ : તાપીમાં વાંસની કળાને જીવંત રાખવા આદિવાસી બહેનો કરી રહી છે સંઘર્ષ
તાપી જિલ્લાનો કોટવાડિયા સમાજ વાંસની કારીગરી માટે જાણીતો છે.
આ આદિવાસી સમાજના લોકો વાંસનાં સૂપડાં, ટોપલા વગેરે જેવી વસ્તુઓની બનાવટમાં માહેર છે.
પરંતુ સમય સાથે પ્લાસ્ટિકની વસ્તુઓ બજારમાં આવતાં આ વસ્તુઓનું વેચાણ ઘટી રહ્યું છે જેથી તેઓ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે એક સંસ્થા તેમનો આ પારંપરિક વ્યવસાય વિસરાઈ ન જાય તે માટે કામ કરી રહી છે.
જુઓ, કેવી રીતે આદિવાસીઓ કરી રહ્યા છે પોતાની કળાને જીવંત રાખવાનો પ્રયાસ? માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો