કચ્છનું એ ગામ જ્યાં દીકરીઓને સશક્ત કરવા ચાલે છે બાલિકા પંચાયત

કચ્છનું એ ગામ જ્યાં દીકરીઓને સશક્ત કરવા ચાલે છે બાલિકા પંચાયત

કચ્છના કુનરિયા ગામમાં બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે.

બાલિકા પંચાયતમાં કુલ આઠ સભ્યો છે. ફળિયા પ્રમાણે અલગઅલગ સભ્યો બનાવવામાં આવ્યા છે અને દર અઠવાડિયે તથા 10 દિવસે એક મિટિંગનું આયોજન કરાય છે.

આ મિટિંગમાં મહિલાઓ અને બાલિકાઓ આગળ કેવી રીતે વધી શકે ઉપરાંત તેમના ભવિષ્ય માટે વિચારી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે 10 વર્ષની ઉંમરથી બાલિકાઓ મતદાનપ્રક્રિયામાં ભાગ લે છે, જેથી મતદાન કેવી રીતે થાય તેની માહિતી મેળવી શકે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો