જામનગરમાં પૂરથી તબાહી, ગાયો તણાઈ, ઘરો ડૂબ્યાં, શહેરમાં હોડીઓ ચાલી

જામનગરમાં પૂરથી તબાહી, ગાયો તણાઈ, ઘરો ડૂબ્યાં, શહેરમાં હોડીઓ ચાલી

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે રાજકોટ અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે શાળા અને કૉલેજોને બંધ રાખાવાના આદેશ અપાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને રાજકોટ ઉપરાંત આસપાસના વિસ્તારોની પણ આવી જ સ્થિતિ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો