વડોદરા : મૂકબધિર અને દિવ્યાંગ મહિલાઓને ક્રિકેટે બનાવી પગભર

વડોદરા : મૂકબધિર અને દિવ્યાંગ મહિલાઓને ક્રિકેટે બનાવી પગભર

ભારતની પુરુષ કે મહિલાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં વડોદરાનું પ્રતિનિધિત્વ હંમેશાંથી રહ્યું છે.

તેવામાં ફરી એક વખત વડોદરાએ ક્રિકેટને કાંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે.

વડોદરામાં મૂકબધિર અને વિકલાંગ પુરુષ અને મહિલાઓ માટે અમ્પાયર અને સ્કોરર માટેનો એક ખાસ કૅમ્પ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરે ક્રિકેટજગતની કીર્તિમાં ફરી એક વાર વધારો કર્યો છે.

વડોદરામાં મૂકબધિર અને ફિઝિકલ હૅન્ડિકૅપ પુરુષ અને મહિલાઓ માટે અમ્પાયર અને સ્કોરર માટેનો એક ખાસ કૅમ્પ યોજાયો હતો.

આ કૅમ્પ વિકલાંગ મહિલાઓ અને પુરુષો માટે એક નવું પ્લૅટફૉર્મ બને તેની આશા સાથે યોજવામાં આવ્યો હતો.

વિકલાંગ ક્રિકેટ તો તમે જોઈ હશે પરંતુ શું ક્યારેય આવો કૅમ્પ જોયો છે ખરો? જુઓ આ અંગેની બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો