નાગાલૅન્ડમાં હિંસા : સેનાની કાર્યવાહીમાં અનેક લોકોનાં મૃત્યુના સમાચારથી તણાવ

નાગાલૅન્ડમાં હિંસા : સેનાની કાર્યવાહીમાં અનેક લોકોનાં મૃત્યુના સમાચારથી તણાવ

શનિવારે રાત્રે નાગાલૅન્ડમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અનેક નાગરિકોનાં મોત થયાંના સમાચાર સામે આવ્યા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

તેમણે કહ્યું છે કે સરકારે એ વાતનો સાચો જવાબ આપવો જોઈએ કે જ્યારે સામાન્ય લોકો અને સુરક્ષાકર્મીઓ પોતાની જ જમીન પર સુરક્ષિત નથી, તો ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?

રાહુલ ગાંધી ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજી અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ સવાલો ઉઠાવ્યા છે.

ભાજપના નાગાલૅન્ડના પ્રદેશાધ્યક્ષ અને રાજ્યકક્ષાના મંત્રી તેમજેન ઇમના એલોન્ગે આ દુર્ઘટનાને વખોડી કાઢી છે.

સમગ્ર મામલો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો