ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ કહ્યું કે, લોકશાહી હજી જીવે છે.
વધુ વાંચોયુનાઈટેડ સ્ટેટ્સ
શપથ પહેલાં બાઇડન અને હેરિસ ચર્ચમાં
Copyright: ReutersImage caption: ચર્ચમાં જો બાઇડન અન્ય નેતાઓ સાથે થોડા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેનારા જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદ તરીકે શપથ લેનારાં કમલા હેરિસ શપથગ્રહણ પહેલાં ચર્ચના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.
તેમની સાથે સંસદનાં સ્પીકર નેન્સી પેલોસી, રિપબ્લિકન લીડર કેવિન મૈક્કાર્થી સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા.
આ દરમિયાન શપથગ્રહણ સમારોહમાં સામેલ થનારા મહેમાનો પણ આવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ પહોંચી ગયા છે.
પીટર બાલ
બીબીસી વર્લ્ડ સર્વિસ
Video content
Video content
ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ-હાઉસમાંથી વિદાય
Copyright: ReutersImage caption: વ્હાઇટ-હાઉસથી બહાર જતા ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અનુગામી રાષ્ટ્રપતિ જો બાઇડનને "મહાન સફળતા" માટે શુભેચ્છા આપી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણને સમાપ્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ બનવું એ સૌથી મોટું સન્માન છે.
તેમના સમર્થકોને સંબોધતા તેઓએ કહ્યું કે તેઓ "હંમેશાં તેમના માટે લડશે" અને ફરી પાછા પૂરી તાકાત સાથે આવવાનું વચન આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા તો આપી હતી, પણ તેઓએ જો બાઇડન કે કમલા હેરિસનું નામ નહોતું લીધું.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ-હાઉસમાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું અને આ સમયે તેમનો પરિવાર પણ સાથે હતો.
Copyright: Reuters