ઇંગ્લૅન્ડની જેમ જ વિશ્વના ઘણા દેશોમાં બીજી કે ત્રીજી વખત લૉકડાઉન લાદવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
વધુ વાંચોજર્મની
ક્રિસ્ટિન આર્નેસન
બીબીસી
જેમ્સ ગૅલેઘર
વિજ્ઞાન અને આરોગ્યના મામલાના સંવાદદાતા
Video content
Video caption: કોરોના વાઇરસ અનિશ્ચિતતા વચ્ચે જીવનમાં રંગ ભરી રહેલા કલાકારો કોરોના મહામારીએ જનજીવન ખોરવ્યું છે ત્યારે એની અસર કલાકારો પર પણ પડી છે.
બ્રેકિંગજર્મનીનો વિશ્વવિખ્યાત બીયર ફેસ્ટિવલ રદ
કોરોના વાઇરસના સંક્રમણના ખતરાને ધ્યાને રાખીને જર્મનીમાં આ વર્ષે બીયર ફેસ્ટિવલ યોજવામાં નહીં આવે.
જર્મનીમાં દર વર્ષે આ કાર્યક્રમ યોજાતો આવ્યો છે, જેમાં 50થી 60 લાખ લોકો ભાગ લેતા હોય છે. આ વર્ષે આ ફેસ્ટિવલ 19 સપ્ટેમ્બરે શરૂ થવાનો હતો.
આ બીયર ફેસ્ટિવલના રદ થવાની માઠી અસર મ્યુનિખના અર્થતંત્ર પર થશે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે બીયર ફેસ્ટિવલથી મ્યુનિખની 1.07 બિલિયન ડૉલરની કમાણી થતી હતી.
Copyright: Getty Imagesબીબીસી ન્યૂઝ
મુન્ડો સર્વિસ
જર્મનીમાં એક જ દિવસમાં 4000 કેસ, સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર
જર્મનીમાં કોવિડ-19 સંક્રમિતોના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે.
રૉબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટના ડેટા મુજબ જર્મનીમાં એક દિવસમાં 4,003 કેસ આવતા કુલ સંખ્યા 103,228 થઈ ગઈ છે.
જોકે, જર્મનીમાં કેસોની તુલનામાં મરણાંક અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. અહીં મરણાંક 1,861 છે.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જર્મનીમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુનો દર ઓછો એટલે હોઈ શકે છે કારણ કે તે ટેસ્ટિંગમાં આગળ હતું.
જર્મની દર અઠવાડિયે સાડા ત્રણ લાખ જેટલાં ટેસ્ટ કરે છે જે યુરોપના અન્ય દેશો કરતા ઘણાં વધારે છે.
જર્મનીમાં સરેરાશ સંક્રમિતોની વય બીજા દેશો કરતા ઓછી છે, એટલે કે અહીં વધારે યુવાનોને ચેપ લાગ્યો છે.
Copyright: Getty Images