નર્મદા નદી

  1. સરદાર સરોવર ડૅમમાં સીપેજને લઈને વહીવટકર્તાઓએ કેમ ચોખવટ કરવી પડી?

    સરદાર સરોવર નર્મદા ડૅમ

    નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલાં કર્મશીલ મેધા પાટકરે સરદાર સરોવર નર્મદા ડૅમ ઝમવાની ઘટનાને લઈ તેની સુરક્ષા પર સવાલ ખડો કર્યો હતો એ મામલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNL) વાંધો ઉઠાવ્યો છે.

    એસએસએનલે મેધા પાટકરને પાયાવિહોણા આરોપ મૂકવા બદલ માફી માગવા કહ્યું છે.

    ટાઇમ્સ ઑફઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ એસએસએનએલ (ડૅમ)ના ચીફ ઍન્જિનિયર આર.એમ.પટેલે આધિકારિક નિવેદનમાં કહ્યું હતું, “મેધા પાટકરે હાલમાં ડૅમમાં સીપેજ (ઝમવું) અંગે કરેલા નિવેદનનો કોઈ આધાર નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો નકામો પ્રયાસ છે.”

    તેમણે કહ્યું, "કોઈ પણ ડૅમમાં કૉન્ક્રીટ ઝમવો એ સામાન્ય વાત છે અને એ મુજબ સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. સરદાર સરોવર ડૅમમાં લાંબા ગાળાથી પાણી છે અને કોઈ પણ માનવનિર્મિત માળખામાં સમારકામ અને દેખરેખ જરૂરી હોય છે."

    તેમણે કહ્યું કે આ ઝમવું નિર્ધારિત માત્રામાં છે અને ડૅમના વહીવટકર્તાઓએ ડૅમ સેફ્ટી રિવ્યૂ પૅનલ (ડીએસઆરપી) ની ભલામણો મુજબ સમારકામ ચાલુ કર્યું છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે ડીએસઆરપીએ છેલ્લે 24થી 26 જુલાઈ 2021ના ડૅમનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ ડૅમને પ્રાથમિક રૂપે સુરક્ષિત ગણાવાયો છે.

  2. Video content

    Video caption: ગુજરાતના જળાશયોમાં માત્ર 37 ટકા પાણી, રાજ્ય પર જળસંકટ?

    હાલમાં ગુજરાતમાં સરદાર સરોવર સિવાયનાં 206 જળાશયોમાં 36.86 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 41.84 ટકા પાણીનો જથ્થો છે.

  3. જયદીપ વસંત

    બીબીસી ગુજરાતી માટે

    કલ્પસર ડૅમનું કલ્પનાચિત્ર

    ગુજરાત સરકારે કલ્પસર યોજનામાં પ્રગતિની સમીક્ષા કરવા માટે કમિટીની નિમણૂક કરી છે, જે આ અંગેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરશે.

    વધુ વાંચો
    next
  4. ટીમ બીબીસી ગુજરાતી

    નવી દિલ્હી

    જવાહર લાલ નહેરૂ

    જવહારલાલ નહેરુને ગુજરાતણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, તો એક ગુજરાતીએ રોકડું પરખાવ્યું હતું.

    વધુ વાંચો
    next
  5. જયદીપ વંસત

    બીબીસી ગુજરાતી માટે

    નરેન્દ્ર મોદી

    ભાજપ પર અગાઉ સરદાર પટેલના રાજકીય વારસા ઉપર રાજકારણ કર્યાંના આરોપ લાગ્યા હતા. પણ હવે કૉંગ્રેસ પાસેથી ગાંધીનો વારસો ખૂંચવવાના વિપક્ષના આરોપ છે.

    વધુ વાંચો
    next
  6. સ્ટેચ્યૂ ઑફ યુનિટી

    કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઑફલાઇન ટિકિટ વેચાણ અને પાર્કિગમાંથી થતી આવકમાંથી કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.

    વધુ વાંચો
    next
  7. પ્રતીકાત્મક તસવીર

    વડા પ્રધાને નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે વિશ્વના પ્રથમ ટેકનોલૉજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું હતું.

    વધુ વાંચો
    next
  8. Video content

    Video caption: સ્ટૅચ્યૂ ઑફ યુનિટી: સરકારના દાવા અને આદિવાસીઓની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીએ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ.

  9. જીગર ભટ્ટ

    બીબીસી ગુજરાતી માટે

    LAKHAN MUSAFIR

    લખન મુસાફિરને રાજપીપળા ડેપ્યુટી મેજીસ્ટ્રેટે નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદ્દેપુર, તાપી જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે.

    વધુ વાંચો
    next
  10. Video content

    Video caption: નર્મદા નદી ભયજનક બની, ઘરોમાં પાણી ઘૂસતા સેંકડોનું સ્થળાંતર

    હાલમાં સરદાર સરોવર ડેમમાં 9.5 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે ભરુચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની આશંકા વર્તાઈ રહી છે.